કોરોના વાયરસ એ મહામારી જેની લડવા માટે ભારત ફરીથી એક થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહામારીને ગંભીરતા અંગે વાત કરતા દેશમાં 21 દિવસની ઘોષણા કરી હતી, જે બાદ ઘણા સેલેબ્સે તેનું સ્વાગત કર્યું છે. અને દેશને આ મહામારીથી બચાવવા માટે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે. આ સંકટમાં વડાપ્રધાને દેશવાસીઓને અપીલ પણ કરી અને બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે મોટું દિલ બતાવતા પોતાને આ મુહિમ સાથે જોડી લીધો છે. તેણે 25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમારે આ જાહેરાત બાદ પીએમ મોદીનું રિએક્શન આવ્યું છે.

 

કોરોના વાયરસથી લડવા માટે જેવા અક્ષય કુમારે 25 કરોડની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર તેના વખાણ થવા લાગ્યા છે. અક્ષયના આ પગલાનું સ્વાગત કરતા દેશના પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું અને કહ્યું કે ખૂબ સરસ @akshaykumar, દરેક લોકો ભારત માટે દાન કરતા રહો. પીએમએ અક્ષયના આ ટ્વીટને રીટ્વીટ કરતા વાત કહી છે.

 

ટ્વિટ કરતા અક્ષય કુમારે કહ્યું હતું કે આ એવો સમય જે જ્યારે આપણા જીવન પર ખતરો મંડરાઇ રહ્યો છે. આ વચ્ચે આપણે કઇક કરવાની જરૂરત છે. કંઇક એવું છે જે પણ આપણે કરી શકીએ. હું મારી બચતમાંથી 25 કરોડ રૂપિયા યોગદાન પીએમ રાહત કોષમાં આપવાની પ્રતિજ્ઞા કરું છું. આવો, જીવન બચાવીએ, જાન હે તો જહાન હે.

 

આ પહેલી વખત નથી જ્યારે અક્ષય કુમારે આ રીતે દિલેરી બતાવી છે. દેશને લઇને તે કાયમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ પહેલા અક્ષય કુમારે પૂર પીડિતોની મદદ માટે 2 કરોડની રકમ ડોનેટ કરી હતી. એટલું જ નહીં પૂર પીડિતો માટે પણ તેમણે 1 કરોડ રકમ દાન કરી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: