લોકોને મનોરંજન પૂરું પાડવા માટે 90ના દશકની લોકપ્રિય સિરિયલને ફરી ટેલિકાસ્ટ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ‘રામાયણ’, ‘મહાભારત’ બાદ હવે શાહરુખની ‘સર્કસ’ અને ડિટેક્ટિવ પર આધારિત ‘બ્યોમકેશ બક્ષી’ સિરિયલ રી-ટેલિકાસ્ટ કરવામાં આવશે. કોરોના વાઇરસ લોકડાઉનને કારણે બધી ફિલ્મ્સ અને સિરિયલ્સના શૂટિંગ બંધ થઇ ગયા છે જેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

1993માં શરૂ થયેલ આ સિરિયલમાં એક બંગાળી ડિટેક્ટિવની સ્ટોરી બતાવવામાં આવી હતી. આ શોમાં રજિત કપૂર લીડ રોમા હતા જેમણે ડિટેક્ટિવ બ્યોમકેશનો રોલ નિભાવ્યો હતો. પહેલી સીઝન 1993માં ઓન એર થઇ હતી જેમાં 14 એપિસોડ હતા ત્યારબાદ 1997માં આવેલ બીજી સીઝનમાં 20 એપિસોડ હતા.

 

શાહરુખ ખાન સ્ટારર આ આઇકોનિક સિરિયલ 1989માં ઓન એર કરવામાં આવી હતી. આ સીરિયલની સ્ટારકાસ્ટમાં આશુતોષ ગોવારિકર, રેણુકા શહાણે, નીરજ વોરા વગેરે સામેલ હતા. 19 એપિસોડની આ સિરિયલને અઝિઝ મિર્ઝા અને કુંદન શાહે ડિરેક્ટ કરી હતી.

 

ડીડી નેશનલના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, શેરખાન ફરી આવી રહ્યો છે. મિત્રો ઘરે જ રહો અને તમારા ફેવરિટ શાહરુખ ખાનની સર્કસ ટીવી સિરિયલ જુઓ. 28 માર્ચથી રાત્રે 8 વાગ્યે. 1988ની એપિક સિરિયલ મહાભારતને પણ ફરી ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. 94 એપિસોડની આ સીઝનમાં પુનિત ઇસાર (દુર્યોધન), મુકેશ ખન્ના (ભીષ્મ), નીતીશ ભારદ્વાજ (શ્રી કૃષ્ણ), નાઝીન (કુંતી), પંકજ ધીર (કર્ણ), સુરેન્દ્ર પાલ (દ્રોણાચાર્ય) વગેરે સ્ટારકાસ્ટ સામેલ હતી. આ સિરિયલના ડિરેક્ટર બલદેવ રાજ ચોપરા અને રવિ ચોપરા હતા.

మరింత సమాచారం తెలుసుకోండి: