ટીવી સીરિયલમાં કે ફિલ્મોમાં પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ એટલે એકતા કપૂર. એકતાએ હાલમાં કોરોના વાયરસને કારણે ચાલી રહેલા નુકસાનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. એકતા કપૂરે તેના પ્રોડક્શન હાઉસની એક વર્ષની સેલેરી દાનમાં આપી છે. એકતા એક વર્ષમાં 2.50 કરોડ રૂપિયા સેલરી લે છે.                  

 

કોરોનાના પગલે એકતાંએ હવે તેની એક વર્ષની સેલરી ન લેવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે અને તેના કારણે ફિલ્મો અને ટીવી સીરિયલ્સની શૂટિંગ પણ બંધ છે. જેના કારણે ટીવીના પ્રોડક્શન હાઉસને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એકતા કપૂરએ આ વાતની જાહેરાત ખુદ સોશિયલ મીડિયા પર કરી હતી.

 

એકતાએ લખ્યું કે, હાલ કોરોનાનો પ્રકોપ ખૂબ જ વધી ગયો છે. જેથી આપણે બધાએ એવું કંઈક કરવું પડશે જે આપણા આસપાસના લોકો અને દેશને આગળ વધવામાં મદદ કરે. મારી સૌથી પહેલી અને પ્રાથમિક જવાબદારી ડેઈલી વર્કર્સ અને ફ્રીલાન્સર તરફ છે, જેઓ બાલાજી ટેલિફિલ્મસમાં કામ કરે છે અને શૂટિંગ બંધ થવાને કારણે મોટું નુકસાન ભોગવી રહ્યાં છે.

 

એકતાએ આગળ લાત કરતાં કહ્યું કે- આવું ક્યાં સુધી ચાલશે હજી કંઈ નક્કી નથી. જેથી બાલાજી ટેલિફિલ્મ્સમાંથી મળતી 2.5 કરોડ રૂપિયા મારી સેલરી ન લેવાનો નિર્ણય કરું છું. 

మరింత సమాచారం తెలుసుకోండి: