કોરોનાના કહેર સામે લડવા માટે ભારતના ઉધોગકારથી માંડીને બોલીવુડ સામે આવ્યું છે યથાશક્તિ પ્રમાણે દરેક ધની વ્યક્તિએ મદદ કરી છે. તો હવે બોલિવૂડ સ્ટાર ઋતિક રોશન પણ આ મામલે આગળ આવ્યો છે અને લોકોને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય કોરોના વાયરસ સામે બોલિવૂડના ઘણા કલાકારો સાથે મળીને લડી રહ્યા છે. હવે ઋતિક રોશને સમગ્ર ભારતના વૃદ્ધાશ્રમોના લોકો, મજૂરો અને વંચિતોને ખાવાનું પુરુ પાડવાનો નિર્ણય લીધો છે.

 

આટલું મોટું કામ કરવા માટે ઋત્વિક રોશને એક બિનસરકારી સંગઠન સાથે મેળાપ કર્યો છે. ઋતિક રોશને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના માધ્યમથી 1.2 લાખ ગરીબ મજૂરો, વંચિતો અને વૃદ્ધાશ્રમોમાં રહેતા લોકોને પોષ્ટિક આહાર પુરુ પાડવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી અક્ષય પાત્ર ફાઉન્ડેશને પોતાના ટ્વીટરના માધ્યમથી આપી છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશને ટ્વીટર પર ઋત્વિક રોશન દ્વારા કરવામાં આવેલી મદદ વીશે લખ્યું છે કે, અમને આ જણાવતા આનંદ થાય છે કે, અમારા ફાઉન્ડેશનને હવે ઋતિક રોશન મદદ કરશે.

 

ફાઉન્ડેશને વધુમાં લખ્યું કે, અમે જ્યા સુધી બધા કામકાજ નિયમિત રૂપે કાર્યરત ન થઈ જાય ત્યાં સુધી 1.2 લાખ વૃદ્ધશ્રમોના લોકો, મજૂરો અને ઓછી આવક ધરાવતા લોકોને પોષ્ટિક આહાર આપશું. બધા જરૂરિયાતમંદ ભારતીયો માટે ઋત્વિક રોશન તરફથી ત્વરિત પણે સહાયતા અને રાહત આપવા માટે અમે તેમને સલામ કરીએ છીએ. તો વળી અભિનેતાએ પણ આ મામલે બે બોલ કહ્યા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: