રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ આજે કોરોનાવાયરસ સામેની દેશની લડાઈને ટેકો આપવા પ્રધાનમંત્રીની અપીલ પર પીએમ કેર્સ ફંડમાં રૂ. 500 કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી. આરઆઈએલએ પીએમના ફંડમાં નાણાકીય પ્રદાન કરવા ઉપરાંત એવી જાણકારી પણ આપી હતી કે, કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બંનેની રાજ્ય સરકારોને કોવિડ-19 સામેની તેમની લડાઈમાં ટેકો આપવા રૂ. 5 કરોડ – રૂ. 5 કરોડ પણ આપ્યાં છે.

 

પીએમ કેર્સમાં 500 કરોડના દાન સિવાય ગુજરાત મુખ્યમત્રી રીલિફ ફન્ડ તેમજ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રીલિફ ફન્ડમાં પાંચ પાંચ કરોડ રૂપિયા રિલાયન્સ આપશે. તે સિવાય હેલ્થકેર સાથે જોડાયેલા કર્મચારીઓને દરરોજ એક લાખ માસ્ક પહોંચાડવાની જોગવાઇ કંપનીએ કરી છે. 

 

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્ર એક થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે તમામ લોકો આપણા દેશવાસીઓ અને મહિલાઓની સાથે છીએ, ખાસ કરીને ફ્રંટલાઇન પર રહેલા લોકોને અમારો સંપૂર્ણ સહયોગ પૂરો પાડવા માટે પ્રતિજ્ઞા લઇએ છીએ.

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસની કટોકટી પર ખૂબ જ ઝડપથી વિજય પ્રાપ્ત કરશે.

మరింత సమాచారం తెలుసుకోండి: