દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણનાં 386 નવા કેસ સામે આવ્યા છે. આમાંથી એકલા 164 કેસ સીધા દિલ્હીનાં નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી ગતિવિધિઓમાં ભાગ લેનારા લોકો સાથે જોડાયેલા છે. હજુ અનેક સેમ્પલ્સનાં રિપોર્ટ આવવાના બાકી છે. ચિકિત્સા કર્મચારીઓની મદદથી 36 કલાકનાં ઑપરેશન બાદ સવારે 4 વાગ્યા સુધી આખી બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી, જેમાં 2361 લોકો મળી આવ્યા હતા, જેમાંથી 617 હૉસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યા છે અને બાકી તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

 

આખી દુનિયા જ્યારે કોરોના વાયરસનાં ડરનાં કારણે મળવાનું અને ભેગા થવાનું બંધ કરી ચુકી છે ત્યારે આવા સમયે નિઝામુદ્દીન મરકઝમાં જમાતીઓ ગ્રુપમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. દિલ્હી પોલીસનાં હવાલેથી મરકઝનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. 26 માર્ચની સાંજનો આ વિડીયો જણાવે છે કે તે સમયે અહીં મોટી સંખ્યામાં લોકો અંદર જામ્યા હતા. લોકો ગ્રુપ્સમાં બેઠા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો કરી રહ્યા નહોતા.

 

દિલ્હીમાં  તબલીગી જમાત પર મહામારી અધિનિયમની જોગવાઈઓ અને આઈપીસીની કલમ 120 બીનાં ઉલ્લંઘન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ મરકઝ પ્રમુખની સાથે સાથે સાદ સાદ કંધાલવી સાથે પણ પુછપરછ કરી રહી છે. અત્યારે એ લોકોની શોધ કરવામાં આવી રહી છે જે મરકઝનાં કાર્યક્રમમાં સામેલ થઇને પોત-પોતાના ઘરે પરત ફરેલા જમાતીઓનાં સંપર્કમાં આવ્યા હતા. રેલવે આ અત્યંત પડકારજનક કામમાં લાગી ગયું છે. રેલવે એ 5 ટ્રેનોનાં યાત્રીઓને શોધવામાં લાગ્યું છે જેમાં જમાતીઓએ દિલ્હીથી પોત-પોતાના ગંતવ્ય સ્થળ સુધી સફર કરી હતી.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: