દેશ ભરમાં કોરોના વાયરસને લઇ 21 દિવસના લોકડાઉનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂની એક જ ટ્વિટે લોકડાઉનને લઈને ચર્ચા છેડી દીધી છે. 

 

પેમા ખાંડુએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, લોકડાઉનનો 15 એપ્રિલે અંત આવી શકે છે. જોકે થોડી જ વારમાં તેમણે આ ટ્વિટ હટાવી દીધુ હતું અને બાદમાં આ મામલે સ્પષ્ટિકરણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી બેઠકનો એક વીડિયો શેર કરતા પેમા ખાંડૂએ લખ્યું હતું – લોકડાઉન 15 એપ્રિલે પુરૂ થશે, પણ તેનો અર્થ એ નથી કે લોકો રસ્તાઓ પર ફર્વા માટે આઝાદ હશે.

 

પેમા ખાંડૂના આ ટ્વિટ બાદ એ ચર્ચાએ દેશભરમાં જોર પકડ્યું હતું કે, 15 દિવસ બાદ પણ લોકડાઉન યથાવત જ રહેશે.  આ ટ્વિટને ડિલીટ કર્યા બાદ પેમા ખાંડૂએ એક ટ્વિટ કર્યું હતું, જેમાં ખંડન કરવામાં આવ્યું હતું. નવા ટ્વિટમાં પ્રેમા ખાંડૂએ લખ્યું હતું કે – લોકડાઉનના સમયને લઈને કરવામાં આવેલુ અગાઉનું ટ્વિટ એક અધિકારીએ કર્યું હતું, જેમને હિંદી ભાષાનું જ્ઞાન મર્યાદિત છે. માટે આ ટ્વિટને હટાવી દેવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરનન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસને લઈને ઉભા થયેલા સંકટ, લોકડાઉન અને વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: