અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 7 કેસ આજે પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્પો છે. નવા 7 કેસ પૈકી 6 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં 38 કેસો સામે આવતાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ તમામ લોકોનાં નામ અને સરનામા જાહેર કર્યા છે. તેની પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે, જે કોઈ વ્યક્તિ આ લોકોનાં સંપર્કમાં આવ્યા હોય તે તાત્કાલિક ક્વોરન્ટાઈન થઈ તંત્રને જાણ કરે. જેથી અન્યોને આ ચેપ ન લાગે. 

 

અમદાવાદની કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદ ખાતેનો 68 વર્ષીય વૃદ્ધ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતની મરકઝમાં હાજરી આપી હતી. તેના સંપર્કમાં આવતા કાલુપરના એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યો છે.

 

ઉલ્લેખનીય છેકે સાત કેસોમાં પાંચ કેસ કાલુપુરનાં છે. તો અન્ય બે કેસ બાપુનગરનાં છે. જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: