વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ રવિવાર (5 એપ્રિલ)નાં રાત્રે 9 વાગ્યે ઘરની બાલકનીમાં દીવો પ્રગટાવે. પીએમની આ અપીલ પર સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ જ્યાં તમામ લોકો આનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે તો અનેક લોકો આના પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ ક્રમમાં કૉંગ્રેસનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ક્રમબદ્ધ અનેક ટ્વીટ કરવામાં આવ્યા છે.

 

કૉંગ્રેસે પીએમની અપીલ પર નિશાન સાધવા માટે આઈસીયૂ, વેન્ટિલેટર્સ, ટેસ્ટ કિટ અને મેડિકલ ઇક્વિપમેન્ટની ઉણપનો સહારો લીધો છે. કૉંગ્રેસે પીએમ મોદીની અપીલ પર કટાક્ષ કરવાની સાથે સ્વાસ્થ્ય વ્યવસ્થાઓની હાલતને પણ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. કૉંગ્રેસનું કહેવું છે કે આ તમામ પ્રશ્નોથી પીએમ મોદી સંતાઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૉંગ્રેસે જે ટ્વીટ કર્યા છે, તેમાં પ્રશ્નો પાછળ પીએમ મોદીની તસવીર છે.

 

કૉંગ્રેસે સૌથી પહેલા પ્રશ્ન કર્યો છે કે આ વાતની વારંવાર માંગ કરવામાં આવી રહી છે કે આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, પરંતુ સરકાર દ્વારા સતત આને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે. આ લડાઈને લડનારા લોકો પ્રત્યે આવું વલણ તેમના જીવનને સંકટમાં નાંખી રહ્યું છે. કૉંગ્રેસે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે, પરીક્ષણ ક્ષમતાને વધારવાની જરૂરિયાત છે, પરંતુ અહીં તો વર્તમાન પરીક્ષણ ક્ષમતાનો જ સંપૂર્ણ ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. સરકાર કઈ વાતની રાહ જોઇ રહી છે? આ સાથે જ ટ્વીટ કરવામાં આવેલા પ્રશ્નમાં પુછવામાં આવ્યું કે સરકાર નિષ્ણાતોની સલાહને ઇગ્નોર કેમ કરી રહી છે અને ટેસ્ટિંગ ક્ષમતાને વધારવાની કેમ 

మరింత సమాచారం తెలుసుకోండి: