દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે તબલીગી જમાતમાં આયોજિત એક કાર્યક્રમમાં 10 લોકોનાં મોત થતા સમગ્ર દેશભરમાં ખળભળાટ મચી ગયો  છે. ગુજરાતમાંથી પહેલાં ભાવનગર અને બોટાદનાં લોકો દિલ્હી ગયા હોવાનું સામે આવ્યું હતું. તેવામાં હવે સુરતમાંથી પણ 76 લોકો દિલ્હીની જમાતમાં ગયા હતા. જેમાંથી 72 લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ પણ લાપતા હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે એક યાદી મોકલીને રાજ્ય સરકારને ચેતવ્યા હતા.

 

તબલીગી જમાતીઓને ગુજરાતમાંથી શોધવા માટે કેન્દ્રએ પણ ખાનગી એજન્સીઓની મદદ લીધી હતી. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં જમાતીઓ મળ્યા હતા. આજે વધુ એક જગ્યાએથી મોટો ધડાકો થયો છે. એટલે કે ગીરસોમનાથમાં તબલીગી જમાતના 33 લોકોને શોધીને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તમિલનાડુના 33 લોકો વેરાવળની મસ્જિદમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે. વેરાવળમાં આવેલી મિનારા મસ્જિદમાં રોકાયેલા તમામ લોકોની SOG દ્વારા તપાસ કરવામાં આવી હતી.

 

દિલ્હીના તબલીગી જમાતીઓએ કોરોના સંક્રમણે સમગ્ર દેશભરમાં ભય ફેલાવ્યો છે. આ જમાતીઓએ પણ ગુજરાતની સ્થિતિ કપરી કરી મૂકી છે કારણ કે ગુજરાતમાં છેલ્લા મોટાભાગના પોઝિટીવ કેસો તેમના લીધે જ સામે આવ્યા છે. ત્યારે ગીર સોમનાથમાં તબલીગી જમાતના 33 લોકો ક્વોરન્ટાઈન કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિશે એવું જાણવા મળી રહ્યું છે કે તમિલનાડુના 33 લોકો ગુજરાતના વેરાવળની મસ્જિદમાં રોકાયા હતા. વેરાળની મિનારા મસ્જિદમાં તમિલનાડુના 33 લોકો રોકાયેલા હોવાથી હાલ SOG દ્વારા તમામની તપાસ કરવામાં આવી રહી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: