કોરોના વાયરસને મ્હાત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યાં છે. હવે તેમણે આ મહામારીને નાથવા રાજકીય પક્ષો અને સમાજના દરેક વર્ગના વ્યક્તિને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ દેશના તમામ જીવિત પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી.

 

પીએમઓ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ રવિવારે સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે પૂર્વરાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે વાત કરી. આ સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એસ જી દેવગોડા સાથે પણ વાતચીત કરી હતી.

 

 

આ  ઉપરાંત વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષના નેતાઓ અને અનેક રાજકીય પાર્ટીના અધ્યક્ષો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના સીનિયર નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્મિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બીજૂ જનતા દળ અધ્યક્ષ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ કેસીઆર સાથે પણ ફોન પર વાત કરી. તેમણે અકાલી દળના સીનિયર નેતા પ્રકાશ સિંહ બાદલને પણ ફોન કર્યો હતો. 

మరింత సమాచారం తెలుసుకోండి: