કોરોના વાયરસને લઇ એકબાજુ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વધારવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં પણ લોકડાઉન લંબાવવા મામલે મથામણ ચાલી રહી છે. તેવામાં ગુજરાત માટે આજનો દિવસ ચિંતાજનક જ રહ્યો હતો. આજે ગુજરાતમાં કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 186 થયા છે.

 

ગુજરાતમાં આજે સવારે ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટીવ કેસનો સમાવેશ થાય છે. જ્યારે બપોર બાદ અન્ય સાત પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં પાંચ પોઝિટિવ કેસ વડોદરાના નાગરવાડામાં નોંધાયા હતા. તો ભાવનગરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. વડોદરાના નાગરવાડામાં પોઝિટિવ કેસ બાદ તેને રેડ ઝોન જાહેર કરાયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ભાવનગરનાં બે કેસમાં પણ સ્થાનિક સ્તરે ચેપ લાગ્યો છે. તમામ કેસ હોટસ્પોટ જાહેર કરાયેલ વિસ્તારની આસપાસના જ છે. જેને કારણે પણ ચિંતામાં વધારો થયો છે.

 

આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 186 થઈ ગયો છે. જેમાં અમદાવાદમાં 83, સુરતમાં 23, રાજકોટમાં 11, વડોદરામાં 18, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 18, પાટણમાં 5, કચ્છ-મહેસાણા-ગીર સોમનાથમાં 2-2 કેસ તો પોરબંદરમાં 3, અને પંચમહાલ-છોટા ઉદેપુર-આણંદ-જામનગર-મોરબી-સાબરકાંઠામાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. અને તેમાંથી 33 વિદેશથી તો 32 આંતરરાજ્ય અને 121 લોકોને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યો હતો.

మరింత సమాచారం తెలుసుకోండి: