કબીર સિંહ ફિલ્મ રિલીઝ થઇ એ પહેલા એવું વાતાવરણ બન્યું હતું કે શાહિદ કપૂરનું ફિલ્મી કરિયર ક્યાંક ને ક્યાંક અટકી ગયું હોય પણ આ ફિલ્મને મળેલી સફળતાને બાદ શાહિદની અટકેલી કરીયરને એક નવી ઉંચાઇ મળી છે. આ ફિલ્મ શાહિદના કરીયર માટે ગેમ ચેન્જર સાબિત થઇ છે. પહેલાં શાહિદ કપૂર એક ફિલ્મ માટે 10 – 12 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો પણ હવે તેણે પોતાની ફી ચાર ગણી વધારી દીધી છે.
બૉલિવૂડની ગોસિપ્સ અનુસાર શાહિદને તેલુગુ ફિલ્મ જર્સીની રિમેક માટે અપ્રોચ કરવામાં આવ્યો છે જેના માટે શાહિદે 40 કરોડ રૂપિયાની માંગ કરી છે. આ ફિલ્મ એક એવા ક્રિકેટરની ઇમોશનલજર્ની છે જે ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા પાછી મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે. આ તેલુગુ ફિલ્મને ગૌતમ તિન્નાનુરીએ ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મ સુપરહીટ પણ સાબિત થઇ હતી.
જો બધુ સમુસુતરુ પાર પડશે આ ફિલ્મની દર્શકો ફરી એક વખત શાહિદને ક્રિકેટરના રોલમાં જોશે. આ પહેલા 2009માં આવેલી ફિલ્મ દિલ બોલે હડિપ્પામાં પણ શાહિદ ક્રિકેટરના રોલામાં જોવા મળ્યો હતો.
click and follow Indiaherald WhatsApp channel