વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામ રજૂ કરેલા પોતાના વીડિયોમાં મેસેજમાં દેશવાસીઓને 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે ઘરોની તમામ લાઇટો બંધ કરીને 9 મિનિટ માટે મીણબત્તી કે દીવો પ્રગટાવાનો, ટોર્ચ કે મોબાઇલની ફ્લેસલાઇટ કરવાનો આગ્રહ કર્યો.

 

પીએમે કહ્યું કે રવિવારે 5મી એપ્રિલના રોજ કોરોના સંકટને પડકારવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય કરવાનો છે. આ 5 એપ્રિલના રોજ 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે. 5 એપ્રિલ રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે તમારી પાસે 9 મિનિટ માંગું છું. તમે રાત્રે નવ વાગ્યે ઘરની તમામ લાઇટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલકનીમાં મીણબત્તી, દીવડા, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ કરો.

 

વડાપ્રધાને કહ્યું કે ચારેબાજુ દરેક વ્યક્તિ એક-એક દીવડો પ્રગટાવશે તો પ્રકાશની આ મહાશક્તિનો અહેસાસ થશે, જેમાં એ ઉજાગર થશે કે આપણે બધા એક જ હેતુ સાથે એકજૂથ થઇને લડી રહ્યા છીએ. આ પ્રકાશમાં આપણે સંકલ્પ કરીએ કે આપણે એકલા નથી. આ આયોજનના સમયે કોઇએ પણ, કયાંય એકઠા થવાનું નથી.

 

તેમણે કહ્યું કે કોરોના મહામારી સામે ફેલાયેલા અંધકારની વચ્ચે આપણે નિરંતર પ્રકાશની તરફ જવાનું છે. મહામારીથી સૌથી વધુ પ્રભાવિત આપણા ગરીબ ભાઇ-બહેનોને નિરાશામાંથી આશા તરફ લઇ જવાના છે. 

 

 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: