ગુજરાતમાં કોરોનાના કહેર બીજા રાજ્યોની સરખામણીમાં કૂદકેને ભૂસકે વરસી રહ્યો છે. ત્યારે આખા ગુજરાતમાં કોરોના વાયરસના બીજા 10 કેસો સામે આવ્યા છે આ સાથે જ હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 105 પર પહોંચી ગયો છે. આજે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ આપીને જણાવ્યું હતું. પામ્યો છે. ગુજરાતમાં પ્રથમ 8 દિવમાં 44 કેસો સામે આવ્યા હતા, અને ત્યારબાદ બીજા 8 દિવસમાં 48 કેસો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

 

ગુજરાતમાં કોરોના વિશે જાણકારી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના હોવાનું જણાવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે. બીજી બાજુ રાજ્યમાં ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે.

 

તમને જણાવી દઇએ કે ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના કેસનો આંક 105 પર પહોંચ્યો છે. આજે જે નવા કેસો સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 5, ગાંધીનગરમાં 2, ભાવનગરમાં વધુ 2 કેસ અને પાટણમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો.

మరింత సమాచారం తెలుసుకోండి: