અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવ આશરે રૂા.900 વધી રૂા.42,000 કુદાવી દીધા છે. જ્યારે ચાંદીના ભાવ પણ રૂા.49,300 થયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 થયા છે, જે 1મી એપ્રિલ,2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે. ભારતમાં પણ સોનાના ભાવોમાં વધારો નોંધાયો છે. સોનાના ભાવ 41,000 સપાટી કુદાવી ગયા હતા. ગત શુક્રવારે પણ સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 2 ટકા અથવા રૂા.850 વધ્યા હતા.સોનાના ભાવ 10 ગ્રામ દીઠ ભાવ રૂા.41,300 થયા છે. યુએસ ડોલર સામે રૂપિયો ગગડી 72 થયો હતો. જેની સોના-ચાંદીના ભાવો પર અસર જોવા મળી હતી. અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ ભાવ રૂા.42,170 નોંધાયો હતો. આ સાથે છેલ્લા ગત શુક્રવારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂા.1,800 વધારો થયો છે. ચાંદીના ભાવ કીલો દીઠ 2 ટકા અથવા રૂા.947 વધી 48,474 થયા હતા.

 

અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી સર્જાતા, ડોલર ઈન્ડેક્સ નબળો પડતા બુલિયન માર્કેટમાં તેજી, અમેરિકા-ચીન વચ્ચે આગામી 15 જાન્યુઆરીના ફેઝ-1 ડિલનો ઉકેલ, સેન્ટ્રલ બેન્ક, હેજફંડ, SPDR ગોલ્ડ ETFમાં વધી રહેલું હોલ્ડિંગ તેમ જ સ્થાનિકસ્તરે રૂપિયો નબળો પડવાના કારણે સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે.

 

આર્થિક મોરચે ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સોનાના 10 ગ્રામ દીઠ ભાવો 90,000 સપાટી કુદાવી છે. પાકિસ્તાના કરાચીમાં એક તોલા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 90,800 થઈ ગયા છે. પાકિસ્તાન પર બધી બાજુથી માર પડી રહ્યો છે, માર્કેટમાં આર્થિક મુશ્કેલીએ તેને દરેક દેશ પાસે સહાયની માંગ છતા કોઇ પ્રતિસાદ મળી રહ્યો નથી. 

మరింత సమాచారం తెలుసుకోండి: