સલમાન ખાનની બહેન અર્પિતાએ ભાઈના જન્મદિવસ પર એટલે કે 27 ડિસેમ્બરે દીકરી આયતને જન્મ આપ્યો હતો. હાલમાં ઘણો જ ખુશ છે. તેની ફિલ્મ ‘દબંગ 3’ હિટ રહી અને હાલમાં જ એક્ટરે પોતાનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સલમાનની બહેન અર્પિતા ખાને આ દિવસને એકદમ ખાસ બનાવી દીધો હતો. સલમાન માટે આ બેસ્ટ ગિફ્ટ છે. હવે, અર્પિતાના પતિ એટલે કે આયુષ શર્માએ દીકરીની તસવીર પહેલી જ વાર સોશિયલ મીડિયામાં શૅર કરી છે.
આયુષે દીકરી સાથેની તસવીરો શૅર કરીને કેપ્શન આપ્યું હતું, આ સુંદર જગતમાં આયત તારું સ્વાગત છે. તું અમારા જીવનમાં ઘણી જ ખુશીઓ લઈને આવી છે. ભગવાન કરે તું દરેકના જીવનમાં પ્રેમ અને ખુશીઓ લાવે.
સલમાને પણ આયતના જન્મ પર ટ્વિટર પર એક ટ્વીટ કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા માટે ચાહકોનો આભાર માન્યો હતો અને બહેને તેને બેસ્ટ ગિફ્ટ આપી હોવાની વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં સલમાન ખાને કહ્યું હતું કે જન્મદિવસ પર તે ફરીવાર મામા બન્યો છે અને તેને બેસ્ટ બર્થડે ગિફ્ટ મળી છે. પરિવારમાં હવે 27 ડિસેમ્બર અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવશે. સલમાનને પૂછવામાં આવ્યું કે તેણે બર્થડેની શરૂઆત કેવી રીતે કરી? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે ઉઠ્યો અને પછી તેણે ફોન ચેક કર્યો હતો અને તેમાં તેણે આયતની તસવીરો જોઈ હતી. તે ઘણી જ સુંદર છે. ઉલ્લેખનિય છેકે આયુષ તથા અર્પિતાએ વર્ષ 2014માં હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં લગ્ન કર્યાં હતાં. અર્પિતાએ વર્ષ 2016માં 30 માર્ચે દીકરા આહિલને જન્મ આપ્યો હતો.
click and follow Indiaherald WhatsApp channel