નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’ને 92મા એકેડમી અવોર્ડ (ઓસ્કર) માટે બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર અને શેફ વિકાસ ખન્નાએ ઓસ્કર લિસ્ટનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કરી ખુશી જાહેર કરી. તેમણે લખ્યું, ‘2020ની સૌથી સારી શરૂઆત. મિરેકલ મિરેકલ. યુનિવર્સનો આભાર. અમારી હમ્બલ ફિલ્મ ધ લાસ્ટ કલર પ્યોર હાર્ટ છે. એકેડમીએ બેસ્ટ પિક્ચર્સ માટે 344 ફિલ્મોને એલિજિબલ અનાઉન્સ કરી છે.’
ફિલ્મની ઓસ્કારમાં પસંદગી થતા નીનાએ ટ્વીટ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ ફિલ્મની વાત કરીએ તો ‘ધ લાસ્ટ કલર’ની સ્ટોરીમાં ભારતીય સમાજ (ખાસકરીને વૃંદાવન અને વારાણસી)માં વિધવાઓને લઈને શું વિચારસરણી છે તે બતાવવામાં આવી છે. ફિલ્મમાં નીના 70 વર્ષીય વિધવા નૂરના રોલમાં છે. સ્ટોરી નૂર અને તેની 9 વર્ષની છોટી (અક્સા સિદ્દીકી)ની આસપાસ ફરે છે. સ્કૂલ જવાના સપના જોતી બેઘર અને અનાથ છોટી ગુજરાન ચલાવવા માટે ફૂલ વેચે છે અને કરતબ દેખાડે છે. નૂર કઈ રીતે અક્સાના સપના પૂરા કરવા માટે મદદ કરે છે અને વિધવા તરીકે તેને કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે એ જ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. શેફમાંથી ડિરેક્ટર બનેલ વિકાસ ખન્નાની આ પહેલી ફિલ્મ છે.
ઓ ફિલ્મ 4 જાન્યુઆરી 2019ના પામ સ્પ્રિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મનું સ્ક્રીનિંગ ડલ્લાસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ, વોશિંગ્ટન ડીસી સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અને ન્યૂજર્સી ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહીત અનેક ફેસ્ટિવલમાં થયું હતું. તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યુનાઇટેડ નેશનના હેડ ક્વાર્ટરમાં પણ રાખવામાં આવ્યું હતું. નીના ગુપ્તાને આ ફિલ્મ માટે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ બોસ્ટનમાં બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ પણ મળ્યો હતો.
click and follow Indiaherald WhatsApp channel