બોલિવૂડ તથા ટેલિવૂડ એક્ટર કરન સિંહ ગ્રોવરે રવિવાર (23 ફેબ્રુઆરી)એ પોતાનો 38મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કરને બર્થડે પર ચાહકોને સરપ્રાઈઝ આપી હતી અને પોતાની યૂ-ટ્યૂબ ચેનલ તથા આર્ટ વેબસાઈટ લોન્ચ કરી હતી. આનું નામ કરને ઈન્ફિનિટી આર્ટ આપ્યું છે. કરન માલદીવમાં પત્ની બિપાશા સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
કરને કહ્યું હતું, મારા મનમાં ઘણી વસ્તુઓ છે, જે ક્યારેક મને બીજા કામ કરતા અટકાવે છે. કારણ કે મારે તેને કેનવાસ પર લાવવાની જરૂર છે. જ્યાં સુધી અભિવ્યક્તિ પૂરી થતી નથી, હું અન્ય કોઈ બાબત પર કેન્દ્રિત થઈ શકતો નથી. હવે, હું મારા કામને બતાવવા માટે તૈયાર છું. મારા જન્મદિવસ પર વેબસાઈટ તથા ચેનલ લોન્ચ થઈ રહી છે. કરનના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન ટૂંક સમયમાં યોજાનાર છે.
બિપાશાએ સ્પેશિયલ મેસેજ લખ્યોઃ પતિ કરનને બર્થડે વિશ કરતાં બિપાશાએ કહ્યું હતું, કરન, મારા માટે સર્વસ્વ છે, તને જન્મદિવસની શુભેચ્છા. તારી સાથે જીવન એકદમ સુંદર છે અને મને ખ્યાલ છે કે આગામી દિવસો પણ ઘણાં જ સુંદર હશે. તું તારા જીવનમાં શાંતિ, ખુશી, સારું સ્વાસ્થ્ય, પ્રેમ, સમૃદ્ધિ તથા સફળતા બધું જ મેળવે.
ઉલ્લેખનિય છેકે કરણસિંહ ગ્રોવરે સ્ટાર પપ્લસ પર પ્ર્રસારિત થતા શો કસોટી જીંદગી કી માં મીસ્ટર બજાજનો રોલ પણ કર્યો હતો જે હાલ પુરો થઇ ગયો છે.
click and follow Indiaherald WhatsApp channel