દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું છે. દૂરદર્શન 90ના દાયકામાં પ્રસારિત પ્રખ્યાત સીરિયલ રામાયણને દેખાડશે. આવતીકાલે સવારથી 9 વાગ્યે પહેલો એપિસોડ પ્રસારિત કરાશે.

 

90ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. રસ્તા ખાલી થઇ જતા અને લોકો ઘરોમાં આ ઐતિહાસિક સીરિયલને જોવા માટે એકજૂથ થઇ જતા હતા. 

 

દૂરદર્શન પર ‘રામાયણ’નું સૌપ્રથમ વખત ટેલિકાસ્ટ 25 જાન્યુઆરી, 1987ના રોજ શરૂ થયેલું અને તે 31 જુલાઈ, 1988 સુધી ચાલી હતી.  લોકો સીરિયલમાં કામ કરનાર કલાકારો અરૂણ ગોવિલ (રામની ભૂમિકા નિભાવનાર) અને દીપિકા (સીતાની ભૂમિકા નિભાવનાર)ને ભગવાનની જેમ પૂજતા હતા.

 

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કહ્યું કે મને એ જણાવતા ખુશી થઇ રહી છે કે લોકોની માંગણી પર અમે આવતીકાલથી રામાયણ સીરિયલને ડીડી નેશનલનું પ્રસારણ શરૂ કરવા જઇ રહ્યા છે. પહેલો એપિસોડ સવારે 9 થી 10 વાગ્યા સુધી અને બીજી વખત રાત્રે 9 વાગ્યા થી 10 વાગ્યા સુધી પ્રસારિત કરાશે.

 

ઘણા યુઝર સોશિયલ મીડિયા પર તેમનો આભાર માની રહ્યા છે અને સાથે જ ‘મહાભારત’, ‘શક્તિમાન’ અને ‘ચાણક્ય’ જેવી અત્યંત લોકપ્રિય સિરિયલો પણ ફરીથી શરુ કરવાની માગ કરી રહ્યા છે. કોરોનાવાઈરસને કારણે દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ ‘રામાયણ’ જેવી સિરિયલ પ્રસારિત કરવાથી લોકોમાં એક નવી શ્રદ્ધા અને આશાનો સંચાર થાય તેવો તર્ક આ નિર્ણય પાછળ હોઈ શકે છે.

 

మరింత సమాచారం తెలుసుకోండి: