ઈરાને જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાક ખાતે આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ગત રાત્રે થયેલા હુમલામાં કોઇ અમેરિકનને ઈજા પહોંચી નથી. આપણા બધા સૈનિકો સુરક્ષિત છે. માત્ર આપણા મિલિટરી બેઝ પર થોડું નુકશાન થયું છે. જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ નહીં બનવા દઉં. ટ્રમ્પે કહ્યું કે કાસિમ સુલેમાનીને મારીને અમે વિશ્વના સૌથી મોટા આતંકવાદીને મારી નાખ્યો છે. 

ટ્રમ્પે કહ્યું- એવું લાગે છે કે ઈરાન ઝુકી ગયું છે અને આ દરેક પક્ષ માટે એક સારી વાત છે. મિડલ ઇસ્ટમાં ત્યાં સુધી શાંતિ સ્થાપિત નહીં થઇ શકે જ્યાં સુધી ઈરાન આતંકવાદી ગતિવિધિઓ નહીં રોકે. અમે ઇચ્છીએ છીએ કે તમારું ભવિષ્ય સારું હોય. અમે શાંતિ સ્થાપિત કરવા માટે તૈયાર છીએ. ઈરાન પર અમેરિકા કડક આર્થિક પ્રતિબંધો લગાવશે જ્યાં સુધી તેનું વલણ નહીં બદલે. 

ટ્રમ્પે વધુમાં કહ્યું કે યૂરોપને પણ ઈરાનની પરમાણુ સંધિથી દૂરી બનાવી લેવી જોઇએ કારણ કે તે મૂર્ખતાપૂર્ણ છે. ઈરાનને પરમાણુ તાકાત બનવાનું સપનું છોડી દેવું જોઇએ. અમે ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઇએ. સુરક્ષા પરિષદના સભ્યો.. રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટનને અમારો સાથ દેવો જોઇએ. મિડલ ઇસ્ટમાં શાંતિ અને સ્થિરતા માટે આ ખૂબ જરૂરી છે.

ટ્રમ્પે કહ્યું- સુલેમાનીને ઘણા સમય પહેલા મારી નાખવો જોઇતો હતો. તે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવા માગતો હતો. ઈરાન પર આકરો પ્રતિબંધ લાગેલો રહેશે. અમેરિકાને ધન્યવાદ કહેવાની જગ્યાએ તેઓ ડેથ ટુ અમેરિકા કહી રહ્યા હતા. સુલેમાનીએ આતંકવાદ વધાર્યો છે જેનો જવાબ આપવાનો વખત આવી ગયો છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: