પંજાબનાં તરનતારનમાં નગર કિર્તન દરમિયાન એક ટ્રેક્ટર ટ્રોલીમાં મોટો ધમાકો થયો છે. આ ધમાકામાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ હોવાની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નગર કિર્તન દરમિયાન ફટાકડા ફોડવા માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં ફટાકડા લઇ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આગ લાગી ગઈ અને ફટાકડા ફૂટી ગયા.
આ બ્લાસ્ટની સૂચના મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. આ નગર કિર્તન બાબા દીપસિંહનાં જન્મદિવસ પર નીકાળવામાં આવી રહ્યું છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે ટ્રોલીનાં ચીથડે ચીથડા વેરાયેલા પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. પંજાબ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
આ પહેલા પંજાબનાં આઈજીપી એસપીએસ પરમારે જણાવ્યું કે, “બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું, જ્યારે અનેક લોકો ઘાયલ થઈ ગયા છે.” તાજા જાણકારી પ્રમાણે મૃતકોની સંખ્યા 14 થઈ ગઈ છે અને આશંકા છે કે આ સંખ્યા હજુ વધી શકે છે. પરમારે જણાવ્યું કે ધાર્મિક જુલૂસ દરમિયાન લોકો ફટાકડા પણ ફેંકી રહ્યા હતા. આવામાં ઘણા પ્રમાણમાં ફટાકડાઓ ટ્રેક્ટરની ટ્રોલી પર રાખવામાં આવ્યા હતા. પરમારે જણાવ્યું કે ફટાકડામાં તણખો પહોંચવાને કારણે આ બ્લાસ્ટ થયો છે, ત્યારબાદ ટ્રેક્ટર-ટ્રોલીમાં આગ લાગી.
click and follow Indiaherald WhatsApp channel