દિલ્હી હિંસાના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સવારે અને સાંજે હાઈ લેવલની બેઠક બોલાવી હતી. બેઠક પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એવું જણાવ્યું કે અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે દિલ્હીમાં શાંતિ બહાલ કરીશું. ગૃહપ્રધાને મને આશ્વાસન આપ્યું કે પોલીસની કોઈ અછત નહીં સર્જાય પૂરતો પોલીસ કાફલો ખડકીને કડક હાથે પગલાં લેવામાં આવશે.

 

દિલ્હીમાં થયેલી હિંસાના મુદ્દે એફઆઈઆર દાખલ કરવાની પૂર્વ માહિતી કમિશનર હબીબુલ્લાહ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની અરજી સાંભળવા સુપ્રીમે તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણી કરશે. જસ્ટિસ એસ. કે. કૌલ અને કે એમ જોસેફની ખંડપીઠ સમક્ષ આ અરજીની ત્વરિત સુનાવણી કરવાનો આગ્રહ કરાયો હતો. અરજીમાં હબીબુલ્લાહ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ તથા સામાજિક કાર્યકર બહાદુર અબ્બાસ નકવીએ શાહીનબાગ તથા દેશના બીજા ઠેકાણે સીએએની વિરુદ્ધમાં ધરણા પર બેસેલી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ઓથોરિટી આદેશ આપવામાં આવે તેની માગ કરી હતી.

 

કેજરીવાલ અને મનીષ સિસોદિયા દિલ્હી હિંસામાં ઘાયલ થયેલા લોકોને મળવા જીટીબી હોસ્પિટલ આવ્યા હતા. કેજરીવાલે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુલાકાત બાદ કેજરીવાલે કહ્યું મહાત્મા ગાંધી અહિંસાના પૂજારી હતા તેમણે દિલ્હીમાં શાંતિની સ્થાપના માટે પ્રાર્થના કરી હતી.

 

ઉલ્લેખનિય છેકે નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં છેલ્લાં ત્રણ દિવસથી થઇ રહેલી હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ સહિત અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને હવે દબંગાઇઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: