દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. લગભગ તમામ રાજ્યોમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આને જોતા પહેલા મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાએ સૌથી વધારે તબાહી મચાવી છે. તો હવે મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળે પણ લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી છે. સાથે જ બંગાળમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

 

તેલંગાનામાં પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. તેલંગાનાનાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધાર્યું હોવાની જાહેરાત કરી. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમની સાથે થયેલી બેઠક બાદ આ વાતની જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી ચાલું રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ 10 જૂન સુધી બંધ રહેશે.

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારનાં ત્રીજીવાર તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, “પહેલા આપણો મંત્ર જાન હૈ તો જહાન હૈ હતો, પરંતુ હવે જાન ભી ઔર જહાન ભી છે.”  આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ લોક ડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: