ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં છેલ્લા 3 દિવસથી પાકિસ્તાની સૈના દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો આજે ભારતીય સેનાએ આકરો જવાબ આપતા 3 થી 4 પાક. સૈનિકોને ઠાર માર્યા હતાં. આ કાર્યવાહીમાં અન્ય 5 પાકિસ્તાની સૈનિકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી એટલી તો આક્રમક હતી કે પાકિસ્તાની સેનાની 4 ચોકીઓના ફૂરચે ફૂરચા ઉડાડી દીધા હતાં. ભારતીય સેનાએ હંદવાડામાં થઈ રહેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાનને સણસણતો જવાબ પણ આપ્યો છે.
હાલ દુનિયા આખી કોરોના વાયરસની દવાઓ અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ નથી આવી રહ્યું. નિયંત્રણ રેખા પર તે છેલ્લા કેટલાક દિવસથી સતત સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ હરકતનો જવાબ તેની 4 ચોકીઓ તોડી પાડીને આપ્યો છે.
click and follow Indiaherald WhatsApp channel