દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત અચાનક કથળતા તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહમોહન સિંહને આજે સાંજે છાતિમાં દુ:ખાવાની તકલીફ ઉભી થઈએ હતી. ત્યાર બાદ તેમને AIIMSમાં લઈ જવામાં આવ્યા હતાં.
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ, મનમોહન સિંહની તબિયત કથળ્યા બાદ રવિવારે રાત્રે તેમને દેશની રાજધાની દિલ્હીની એમ્સમાં લઈ જવામાં આવ્યા હતાં. એક્સમાં મનમોહન સિંહની કાર્ડિયો થોરાસિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબિબોએ તેમની સારવાર હાથ ધરી હતી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનું સ્વાસ્થ્ય એકદમ ઠીક છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલ મનમોહન સિંહ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની સારવાર ચાલી રહી છે.
click and follow Indiaherald WhatsApp channel