ચોમાસાની સીઝન ચાલી રહી છે ગુજરાતની વાત કરીએ તો આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પડી શકે છે જેના પગલે NDRFની 9 ટિમો ડિપ્લોય કરાઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં NDREFની ટીમ તૈનાત કરાઇ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 3 સુરત નવસારી અને વલસાડમાં ત્રણ ટીમ અલર્ટ કરાઈ છે. જ્યારે વડોદરા હેડ ક્વાર્ટર પર 4 ટીમ સ્ટેન્ડ ટુ જ્યારે ગાંધીનગરમાં 2 ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. રાજ્યમાં કુલ 15 NDRFની ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે

 

સૌરાષ્ટ્ર-કરછ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરો બેટમાં ફેરવાયા હતા. પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો હોય તેમ છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે.

 

બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન થયું છે. 16 જુલાઇ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે. જેથી આગામી 16થી 18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની વકી હવામાન શાસ્ત્રી કહી રહ્યા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: