અમેરિકન બેન્ચમાર્ક ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇંટરમીડિએટ (WTI) માટે સોમવાર અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ રહ્યો. ક્રૂડ તેલના ભાવમાં ઇતિહાસનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો. WTIના વાયદાનો ભાવ સોમવારના રોજ -3.70 ડોલર પ્રતિ બેરલ જે અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી હતી. આ ભાવ ક્રૂડ તેલની માંગમાં આવેલા ધરખમ ઘટાડાના લીધે થયું છે.
ભારતમાં ક્રૂડની સંગ્રહશક્તિમાં વધારો થશે. ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થતા ભારતની વેપાર ખાધમાં ઘટાડો થશે. તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની સંભાવના છે. ઔદ્યોગિક એકમોને પણ ફાયદો થશે.
તમને જણાવી દઇએ કે અમેરિકા પાસે એક રીતે ક્રૂડ તેલનો ભંડાર ક્ષમતા કરતાં વધુ થઇ ચૂકયો છે. ત્યાં સ્ટોરેજ સુવિધાઓ પોતાની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગયો છે. એસએન્ડપી ગ્લોબલ પ્લેટસના મુખ્ય વિશ્લેષક ક્રિસ એમ.ના મતે ત્રણ સપ્તાહની અંદર ક્રૂડ તેલની તમામ ટેન્ક ભરાઇ જશે. એવામાં આગળ તેલના ઉત્પાદન માટે જરૂરી છે કે હાલના ભંડારને ખાલી કરાય.
અમેરિકન ક્રૂડ તેલના ભાવ ચોક્કસ ઇતિહાસમાં પહેલી વખત માઇનસમાં પહોંચ્યો છે પરંતુ અહીં આપને જણાવી દઇએ કે આ ઘટાડો માત્ર મે મહિના માટે છે. મે મહિનાની ડિલિવરી માટે તેલ સોદો 21 એપ્રિલ એટલે કે મંગળવાર છેલ્લો દિવસ છે પરંતુ આશા છે કે તેલની માંગ વધતા તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળે.
click and follow Indiaherald WhatsApp channel