વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા છે. જ્યાં તેઓએ પ્રયાગરાજમાં યોજાયેલા દિવ્યાંગ મહાકુંભમાં વડાપ્રધાન એક સાથે 26,791 દિવ્યાંગો અને વૃદ્ધોને તેમને મદદ કરતાં સાધનો વહેંચ્યા છે. મોદીએ કહ્યું કે અગાઉની સરકારો વખતે સહાયતા સાધનોની વહેંચણી માટેનાં કેમ્પ યોજાતા ન હતા. હાલ જે મેગા કેમ્પ યોજાય છે તેવા કેમ્પ પહેલાંની સરકારો યોજતી જ ન હતી. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે દેશનાં જુદાજુદા વિસ્તારોમાં 9,000 જેટલા કેમ્પનું આયોજન કર્યું છે. મોદીએ દિવ્યાંગોને બેટરીથી ચાલતી ટ્રાઇસિકલ અને કૃત્રિમ પગની વહેંચણી કરી હતી. કેટલાક લોકોને સ્માર્ટફોન આપ્યા હતા અને તેનાં દ્વારા સેલ્ફી લેવા કહ્યું હતું. અહીંનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમણે 26,874 લોકોને 55,406 સહાયક ઉપકરણો વહેંચ્યા હતા.

 

મોદીએ યુપીનાં ચિત્રકૂટમાં બુંદેલખંડ એક્સ્પ્રેસ વેની આધારશિલા મૂકી હતી. આ એક્સ્પ્રેસ વે આ વિસ્તારમાં રહેતા યુવાનોના વિકાસની તકો પૂરી પાડશે અને ડિફેન્સ કોરિડોર તરીકે પણ કામગીરી બજાવશે. નવી પેઢીની ઉજ્જવળ આવતીકાલ માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. પ્રયાગરાજમાં સામાજિક અધિકારિતા શિબિર એે સિનિયર સિટિઝન્સ અને દિવ્યાંગોને સહાયતા ઉપકરણો આપવા માટેની મોટી શિબિરો પૈકીની એક છે જેમાં તેમનું જીવનધોરણ ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરાયો છે.

 

નવા ત્રણ વર્લ્ડ રેકોર્ડ પ્રયાગરાજની ધરતી પર નોંધાયા.

1. હેન્ડ ઓપરેટેડ ટ્રાઇસિકલની સૌથી મોટી પરેડ જેમાં ૩૦૦ ટ્રાઇસિકલ સામેલ હતી.


2. પીએમની હાજરીમાં એક કલાકમાં સૌથી વધુ દિવ્યાંગોને હેન્ડ ઓપરેટેડ ટ્રાઇસિકલનું વિતરણ. મોદીએ એક કલાકમાં ૬૦૦ ટ્રાઇસિકલનું વિતરણ કર્યું.


3. વ્હીચેર્સની સૌથી લાંબામાં લાંબી કતાર જેમાં 400 વ્હીલચેર્સને એક જ લાઇનમાં રાખીને 2 કિ.મી લાંબી દોડ યોજાઈ.

మరింత సమాచారం తెలుసుకోండి: