નીના ગુપ્તાએ 80ના દાયકામાં બોલ્ડ ગણાતી હિરોઇનમાં અવ્વલ નામ હતું, આજે સિનેમા જગતમાં નીના ગુપ્તાને 38 વર્ષ થઈ ગયા છે. નીનાએ ફિલ્મો સિવાય ટીવી તેમજ વિદેશમાં પણ કામ કર્યું છે. તેણે ખુબ નામ પણ કમાયું છે. ફિલ્મો કરતાં નીના ગુપ્તા પોતાની પર્સનલ લાઈફને લઈ પણ વધારે ચર્ચામાં રહી. વેસ્ટઈન્ડિઝના પુર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે નીનાનું અફેર અને વગર લગ્ન દીકરી મસાબાનો જન્મ આ વાત નીનાને હવે ખટકે છે. હાલમાં એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે નવી જ વાત કરી છે.
નીનાએ એક વેબસાઈટને વાત કરતાં કહ્યું કે, જો મને મારા જીવનમાં કરેલી ભૂલ સુધારવા મળે તો મારે ક્યારેય લગ્ન વગર મા ન્હોતું બનવું. બધા જ બાળકોને માતા પિતા બન્નેની જરૂર હોય છે. હું મસાબા સાથે ઈમાનદારીથી બધું શેર કરતી રહી. જેના કારણે અમારા સંબંધમા કોઈ જ દરાર નથી આવી. એને પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે.
નીના સિનેમા જગતમાં મોર્ડન વિચારને લઈને ઘણી મશહુર થઈ હતી. નીનાનું 80ના દશકામાં જ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે અફેર થયું. નીનાએ વિવિયન રિચર્ડસ સાથે લગ્ન વગર જ દીકરી મસાબાને જન્મ આપ્યો. વિવિયન રિચર્ડસ પણ ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ હતું. ત્યારે વિવિયન રિચર્ડસએ નીના સાથે મુલાકાત કરી ત્યારે તે પહેલાથી જ લગ્ન કરેલા હતા. આ વાત જાણવા છતાં નીનાએ તેને લવ કર્યો અને અફેર ચાલ્યું. વિવિયન રિચર્ડસ સાથે દિલ તૂટ્યા બાદ નીનાએ વર્ષ 2008માં દિલ્હીમાં રહેનાર વિવેક મહેરા સાથે લગ્ન કરી લીધા. બન્નેએ છુપી રીતે અમેરિકામાં લગ્ન કરી લીધા હતા.
click and follow Indiaherald WhatsApp channel