ફિલ્મફેર 2020માં બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ જીતનારી અનન્યા પાંડે ખુબ ખુશ છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 માટે અનન્યાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. આ એવોર્ડથી અનન્યા એટલી ખુશ છે કે, પોતાના એવોર્ડ સાથે જ તે સુઈ ગઈ અને હાલમાં તેનો એક ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
અનન્યાની માતા ભાવના પાંડેએ આ વાતનો ખુલાસો કર્યો છે અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં જોઈ શકાય છે કે, અનન્યા એવોર્ડ સાથે લઈને સુતી છે . ભાવના પાંડેએ તસવીર શેર કરીને સાથે લખ્યું કે, હું તારા પર ખુબ ગર્વ કરું છું બેબી ગર્લ. લબ યુ. હંમેશા આમ જ ચમકતી રહેજે.
આ સિવાય અનન્યાએ એવા બધા લોકોનો આભાર માન્યો કે, જે આ સફળતાનો હિસ્સો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે બેસ્ટ ડેબ્યૂ 2020 ફિલ્મફેર. લવ યુ કરણ જોહર, ટાઈગર શ્રોફ, તારા સુતારિયા, મનીષ મલ્હોત્રા અને સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની આખી ટીમ. મારો પરિવાર, મારા પિતા, મા, રાયસા અને મારા સમર્થકો અને દર્શકોએ મને આટલો પ્રેમ આપ્યો. હું તમને બધાને ગૌરવની લાગણી અપાવીશ.
ઉલ્લેખનિય છેકે ૬૫મા ફિલ્મ ફેર એવોર્ડ ૨૦૨૦માં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ છવાઈ ગઈ હતી. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ સહિતના ૧૧ એવોર્ડ આ ફિલ્મને મળ્યા હતા. મુંબઈમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહનું સંચાલન કરણ જોહર, વિકી કૌશલ અને વરુણ ધવને કર્યું હતું. બોલિવૂડના અનેક કલાકારો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને અક્ષયકુમાર, રણવીરસિંહ, આયુષ્માન ખુરાના અને કાર્તિક આર્યન સહિત અનેક કલાકારોએ દર્શકો ઝૂમી ઊઠે એવા પર્ફોર્મન્સ આપ્યાં હતાં.
click and follow Indiaherald WhatsApp channel