અભિનેતા કમલ હાસન અને સારિકાની પુત્રી શ્રુતિ હસન સાઉથની ફિલ્મોમાં તો સફળ છે જ બોલિવૂડમાં પણ એટલી જ લોકપ્રિય છે. જો કે શ્રુતિ હસન તેના પિતા જેટલી પ્રસિદ્ધિ મેળવવામાં નિષ્ફળ રહી આમ છતાં હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. ખુબ ઓછા લોકો જાણે છે કે જ્યારે શ્રુતિ હસનનો જન્મ થયો ત્યારે તેની માતા કુંવારી હતી શ્રુતિના જન્મ પછી બે વર્ષે કમલ હાસન અને સારિકાએ લગ્ન કર્યા હતા. આજે શ્રુતિનો જન્મદિવસ છે.
શ્રુતિ પાસે બોલીવુડની ઘણી ફિલ્મો ઉપરાંત હાલમાં જુદા જુદા મેગેઝિન કવર પર પણ ચમકી રહી છે. શ્રુતિ હસન કમલ હસનની પુત્રી હોવાને કારણે પણ પહેલાથી જ ચર્ચામાં રહી છે. તેની પાસે હાલમાં ઘણી બધી ફિલ્મો હોવાની સાથે સાથે જાહેરાતોમાં પણ છે.
શ્રુતિ હસને સ્કુલનો અભ્યાસ ચૈન્નઈમાં કર્યો મુંબઈમાં સાઈકોલોજી સાથે ગ્રેજ્યુએશન કર્યુ મ્યુઝિક શિખવા શ્રુતિ કેલિફોર્નિયા ગઈ. પિતાની ફિલ્મ ચાચી 420માં કંઠ પણ આપ્યો. બાળ કલાકાર તરીકે શ્રુતિ ફિલ્મ હેરામથી પ્રવેશી તેમ કહી શકાય ત્યારબાદ બોલિવૂડની ફિલ્મ લકથી એક્ટિંગની શરૂઆત કરી. દિલ તો બચ્ચા હે જી, રમૈયા વસ્તાવૈયા, વેલકમ બેક અને ગબ્બર જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
કમલ હાસન અને સારિકા લીવઇનથી રહેતા હતા ત્યારે સારિકાએ પુત્રીને જન્મ આપ્યો. સારિકાએ પુત્રીના જન્મ પછી બે વર્ષે લગ્ન કર્યા. 1991માં સારીકાએ બીજી પુત્રી અક્ષરાને જન્મ આપ્યો.
શ્રુતિ હસનની લવ લાઈફ ખુબજ અટપટી રહી. વિદેશી બોયફ્રેન્ડ માઈકલ કોરસેલ સાથે થોડો સમય રહ્યા પછી આ સંબંધ તુટ્યો.બ્રેકઅપ પછી શ્રુતિ ખુબજ ખરાબ રીતે તૂટી ગઈ હતી અને નશાની ગુલામ થઈ હતી. શરાબના કારણે તેની કરિયર પણ ડામાડોળ થઈ ગઈ હતી.
click and follow Indiaherald WhatsApp channel