6 ફેબ્રુઆરી 1983ના દિવસે જન્મ લેનાર અંગદ બેદી આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. તે એક એક્ટર અને મોડલ છે. તેના જીવનમાં એવા કેટલાય કાંડ છે કે, જેના લીધે તે માર્કેટમાં છવાયેલો રહે છે. એક વખત રેવ પાર્ટી દરમિયાન પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. આ અભિનેતા નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યા એ પહેલા ઘણી છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે.
અંગદે એક વખત પોતાની ગર્લફ્રેન્ડ વિશે ખુબ જ નોર્મલ રીતે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, નેહા સાથે સાત ફેરા લેતા પહેલા હું લગભગ 75 મહિલાઓને ડેટ કરી ચૂક્યો છું. અંગદે કહ્યું કે, તે પોતાનાથી વધારે ઉમંરની મહિલાઓને પણ ડેટ કરી ચૂક્યો છે. તેણે કહ્યું કે, હું કોઈ છોકરી સાથે વધારે સમય સુધી રિલેશનમાં નથી રહ્યો. આ વાત સાંભળીને નેહા હેરાન રહી ગઈ હતી.
અંગદે કહ્યું હતું કે, હું એવા માહોલમાં જ મોટો થયો છું, માટે કોઈ છોકરી સાથે વધારે વખત સુધી રિલેશનમાં ન રહી શક્યો. હું ખુબ શર્મીલો હતો અને આજે પણ છું. ધીરે ધીરે હું બહાર નીકળ્યો અને મુંબઈ આવી ગયો. અહીં મે કેટલાક મિત્રો બનાવ્યા. ત્યારબાદ બધું બદલવા લાગ્યું અને આ બદલાવને મે ખુબ એન્જોય કર્યો છે. જો કામની વાત કરીએ તો, અંગદ કેટલાક સમય પહેલા એમેજોન પ્રાઈમના શો ઈનસાઈડ એજની સીઝન-2માં જોવા મળી હતી. આ સીરિઝને ફરહાન અખ્તરની કંપનીએ પ્રોડ્યુસ કરી છે.
click and follow Indiaherald WhatsApp channel