બોલીવુડમાં સૈફ-કરીનાની જોડીને આઇડલ જોડી માનવામાં આવે છે. પટોડીના નવાબની બેગમે સૈફના જીનવનની એવી વાત કરી છે જેને જાણવાની જીજ્ઞાસા તમને પણ હશે. કરીનાએ કહ્યુ હતું કે સૈફ માટે મને ઘણો જ ગર્વ છે, કેમ કે તેને હંમેશાં હું આગળ વધુ અને મને જે કામ કરવામાં ખુશી મળે તેવું કામ કરતી જોવાની ઇચ્છા હોય છે પણ અમુક બાબતે સૈફ બહુ જ ભાવ ખાય છે.
તૈમુરના જન્મ બાદ સૈફ વધારે સમય તેની સાથે પસાર કરવા માટે ઘણી વખત પોતાનુ શુટીંગ પણ કેન્સલ કરાવી નાખે છે. બાળક આવે ત્યારે પતિને એવી ફરિયાદ હોય છે કે પત્ની તેને સમય નથી આપતી, બાળકોની પાછળ જ રહે છે, જ્યારે અમારામાં ઊલટું છે. કરીનાએ વધુમાં કહ્યું કે તૈમુરનું તેના જીનવમાં મારા કરતા વધારે મહત્વ ધરાવે છે. મારે એક શોમાં જ્યારે મેં સૈફને આવવા કહ્યું ત્યારે મને ધણા સવાલ કર્યા હતા જેને અંતે મે કહ્યું કે તું બહુ ભાવ ખાય છે. આ વાત પર અમારી નાની એવી રકજક પણ થઇ હતી.
સૈફ માટે પરિવાર હમેંશા પહેલી પ્રાથમિકતા રહી છે, અમારા બન્નનેના જીવનમાં પરિવારની જવાબદારી નિભાવવાની વાત આવે ત્યારે હમેંશા સહમત હોઇએ છીએ, પણ જ્યારે મારા કામ માટે તેની જરૂર હોયછે ત્યારે તે આવ બહું ખાય છે એ વાત મને પસંદ નથી.
click and follow Indiaherald WhatsApp channel