કલર્સ પર પ્રસારિત થતો રિયાલિટી શો ‘બિગ બોસ 13’ માં, ફિનાલેના ઠીક એક દિવસ પહેલા મહિરા શર્મા ઘરમાંથી બહાર થઈ છે. માહિરા સિવાય ઘરમાંથી બહાર થવામાં આરતી સિંહ અને શહનાઝ કૌર ગિલ નોમિનેટેડ હતી. માહિરાને ઘરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા પણ થોડી અલગ હતી. ‘ભૂત’ ફિલ્મના પ્રમોશન કરવા માટે આવેલ વિક્કી કૌશલે સૌથી પહેલા ઘરવાળાઓને ડરાવ્યા. ત્યાર બાદ માહિરાને પોતાની સાથે ઘરની બહાર લઈ ગયો.
‘બિગ બોસ’ એ પારસ છાબડાને સીક્રેટ રૂમમાં બોલાવીને એક સીક્રેટ ટાસ્ક આપ્યું હતું. જેમાં ફોન પર જે પણ કહેવામાં આવી રહ્યું હતું તે રીતે ઘરવાળાઓને ડરાવવાનું હતું. બિગ બોસે એમ પણ કહ્યું હતું કે આ વાતનું ધ્યાન રાખજો કે ઘરમાં કોઈને આ વિશે ખબર ન પડે. તમે સિદ્ધાર્થ શુક્લાને આ વાતની જાણ કરી શકો છો અને તેમની મદદ લઈ શકો છો. ઘરમાં અજીબોગરીબ હરકતો થવા લાગી. ત્યારે વિક્કી કૌશલ ઘરની અંદર આવ્યો અને જણાવ્યું કે તેની ફિલ્મ ‘ભૂત’ રિલીઝ થવાની છે અને પ્રમોશન માટે ઘરની અંદર આવ્યો છે.
વિક્કી કૌશલે એમ પણ કહ્યું હતું કે તેઓ નોમિનેટેડ કંટેસ્ટેંટ્સને પોતાની સાથે લઈ જશે. વિકીએ દરેકને નંબર લખેલા કાળા કપડા આપ્યા અને બધાને કહ્યું કે ટેબલ પર લખેલી સંખ્યા અને તેમની નજીકની સંખ્યા અનુસાર કાળું કાપડ રાખો. બધાએ એવું જ કર્યું. આ પછી, થોડી સેકંડ માટે લાઇટ બંધ થઈ ગઈ અને કાળા કપડા ઉપર મહિરાનું નામ આવ્યું. મહિરા તેનું નામ સાંભળીને ભાવુક થઈ ગઈ અને પારસ છાબરા અને સિદ્ધાર્થને ગળે લાગીને ખૂબ રડી. મહિરા એટલી ભાવુક થઈ કે ઘરવાળાઓની સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી હતી.
click and follow Indiaherald WhatsApp channel