વિશ્વ હિંદુ મહાસભાનાં અધ્યક્ષ રંજીત બચ્ચનની હત્યાનો ખુલાસો પોલીસે કરી દીધો છે. આ મામલે હત્યાનાં ષડયંત્ર પાછળ કોઈ બીજું નહીં, પરંતુ રંજીતની બીજી પત્ની અને તેના બૉયફ્રેન્ડનો હાથ હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. સ્મૃતિ રંજીતની બીજી પત્ની છે. આ બંને વચ્ચે તલાકનાં મુદ્દાનો ઉકેલ આવી રહ્યો નહોતો. સ્મૃતિ આ વાતથી પરેશાન હતી. આ દરમિયાન તેણે પોતાના એક દોસ્તની સાથે મળીને ખૌફનાક ષડયંત્ર રચ્યું.
લખનૌ પોલીસે આ કેસનો ખુલાસો કરતા જણાવ્યું કે રંજીત બચ્ચનની બીજી પત્ની સ્મૃતિ તેનાથી પરેશાન હતી. બંને અલગ થઈ ચુક્યા હતા, પરંતુ તેમની વચ્ચે તલાકનો કેસ કૉર્ટમાં હોવા છતા તેનું કોઈ નિરાકરણ આવતુ નહોતુ. સ્મૃતિ કોઈ બીજા સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી, પરંતુ કેસનો ઉકેલ ના આવવાના કારણથી તે લગ્ન થતા નહોતા, ત્યારે તેના મગજમાં ખૌફનાક ષડયંત્રએ જન્મ લીધો.
તેણે રંજીતને રસ્તામાંથી હટાવાનું મન બનાવ્યું. આ કામ માટે તેણે પોતાના એક દોસ્ત સાથે હાથ મિલાવ્યા અને આ ષડયંત્ર અંતર્ગત એક ફેબ્રુઆરીનાં બાઇક સવાર હુમલાખોરોએ લખનૌનાં હજરતગંજ વિસ્તારમાં ગ્લોબલ પાર્ક પાસે રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે આ કેસની તપાસ કરતા 70થી વધારે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસ્યા, ત્યારે ખબર પડી કે હત્યાકાંડમાં સ્મૃતિ અને તેનો પુરૂષ મિત્ર પણ હતા. અત્યારે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
click and follow Indiaherald WhatsApp channel