બિગ બોસ જ્યારથી શરૂ થયો ત્યારથી હંમેશા ચર્ચામાં રહ્યો. કોઈ વખત ઘર અંદરના ઝઘડા તો કોઈ વખત અંદર અંદર સ્પર્ધકો વચ્ચે પાંગરતો પ્રેમ, ક્યારેક શોમાં સ્પર્ધકના માતા-પિતાને બોલાવીને તો પછી ક્યારેક સલમાનના ગુસ્સાના કારણે, એમ રિયાલિટી શો બિગ બોસ હંમેશા લોકોના હોઠે રહ્યો. પરંતુ હવે બિગબોસ સિઝન 13ના વિજેતા જાહેર થઇ ચૂક્યો છે.
જો આપણે ટોચના 6 ફાયનાલિસ્ટની વાત કરીએ તો એમાં સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, પારસ છાબડા, આરતી સિંહ, રશ્મિ દેસાઈ અને શહનાજ ગિલ સ્પર્ધામાં હતા. બધાને માત આપીને સિદ્ધાર્થ શુક્લા શોનો વિનર બની ગયો છે. શોના વિનરની જાહેરાતમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ બહાર આવતાં જ તેના મોઢા પર એક ખુશીનો માહોલ જોવા મળતો હતો. બધાની નજર આમ તો વિનર તરીકે આસિમ રિયાઝ પર હતી પરંતુ એ વિનર ન બની શક્યો.
માનવામાં આવી રહ્યું છે કે બિગ બોસની 13ની ઈનામી રાશિ 1 કરોડ રૂપિયા છે. પરંતુ લેટેસ્ટ અહેવાલોનું માનીએ તો ઈનામી રકમ 1 કરોડનું નહીં પરંતુ 50 લાખ છે. સોશિયલ મીડિયા પર ફેન ક્લબથી શેર કરવામાં આવેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે શોની પ્રાઈઝ મની 50 લાખ રૂપિયા છે. તેમાંથી પારસને 10 લાખ રૂપિયા આપીને શોમાંથી બહાર થવાનો મોકો આપવામાં આવ્યો હતો અને તે પૈસા લઈને ચાલ્યો ગયો હતો.
click and follow Indiaherald WhatsApp channel