અક્ષય કુમારે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે એક પણ ધર્મમાં માનતો નથી અને તે માત્ર એક જ ધર્મમાં માને છે અને તે એક ભારતીય છે. હાલમાં અક્ષય કુમારે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ના પ્રમોશન દરમિયાન આ વાત કહી હતી. રોહિત શેટ્ટીની આ ચોથી ફિલ્મ કોપ યુનિવર્સ પર આધારિત છે.

 

અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્મ કોઈ ધર્મના આધારે બનાવવામાં આવી નથી. તે કોઈ ધર્મમાં માનતો નથી. તે માત્ર ભારતીય હોવામાં માને છે અને ફિલ્મમાં પણ આ જ વાત બતાવવામાં આવી છે. આ ફિલ્મ પારસી, હિંદુ કે મુસ્લિમ બનવાની વાત નથી કરતી પરંતુ એક ભારતીય બનવાની વાત કરે છે. તેમણે ક્યારેય કોઈ ધર્મના આધારે ફિલ્મ બનાવી નથી.

 

અક્ષય કુમારને જ્યારે પૂછવામાં આવ્યું કે આજના સમયમાં દેશમાં કોમ્યુનલ અશાંતિ જોવા મળી રહી છે અને તેવા સમયે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે આ માત્ર સંયોગ છે. તેમણે ક્યારેય આ વિચારને આધારે ફિલ્મ બનાવી નહોતી પરંતુ આજના સમયે આ ફિલ્મ ઘણી જ સુસંગત છે. ઉલ્લેખીય છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારે ATS ઓફિસર વીર સૂર્યવંશીનો રોલ પ્લે કર્યો છે, જે મુંબઈને આતંકી હુમલાથી બચાવવાનો પ્રયાસ કરે છે.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: