‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીએ તેની સગાઈની જાહેરાત કરી છે. રાણાએ ફેન્સને મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સરપ્રાઈઝ આપી છે. રાણાએ મિહિકા સાથેનો ફોટો શેર કરી લખ્યું કે, અને તેણે હા પાડી. હવે આ જોડુ ક્યારે પ્રભુતામાં પગલાં પાડે એ કહી શકાય નહિ.
મિહિકા બજાજ હૈદરાબાદમાં જન્મી છે અને ત્યાં જ મોટી થઇ છે. તેને Dew Drop Design Studio નામની ડિઝાઇન ફર્મ છે. સાઉથ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સેલેબ્સે રાણાને અભિનંદન આપ્યા હતા. બંને લગ્ન ક્યારે કરશે તે બાબતે હજુ કોઈ માહિતી બહાર આવી નથી.
રાણા દગ્ગુબાતી એક્ટર અને પ્રોડ્યુસર છે. એક્ટર તરીકે તેની અપકમિંગ ફિલ્મ હાથી મેરે સાથી છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં બની છે અને ત્રણેય ભાષાનું ડબિંગ રાણાએ જાતે કર્યું છે. ફિલ્મનું અનાઉન્સમેન્ટ તો 2017માં થયું હતું અને રિલીઝ ડેટ 2 એપ્રિલ 2020 હતી પરંતુ લોકડાઉનને કારણે હવે નવી રિલીઝ ડેટ શેર કરવામાં આવશે.
click and follow Indiaherald WhatsApp channel