2018માં આવેલી ફિલ્મ ‘બધાઈ હો’માં આયુષ્યમાન ખુરાનાએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે નીના ગુપ્તા, ગજરાજ રાવ જેવા દિગ્ગજ સુપર સ્ટાર પણ જોવા મળ્યા હતા. પરંતુ હવે ડાયરેક્ટરે આ ફિલ્મની સીક્વલ બનાવવાનું નક્કી કર્યું છે. જેનું ટાઈટલ હશે ‘બધાઈ દો’. પરંતુ સાથે જ એક ખરાબ સમાચાર છે. આ ફિલ્મમાં નકુલના પાત્રમાં નજરે આવેલા આયુષ્યમાન ખુરાના નહી હોય.
એવી અટકળો ચાલી રહી છે કે આ વખતે આયુષ્યમાન ખુરાનાની જગ્યાએ અભિનેતા રાજકુમાર રાવ જોવા મળવાનો છે. આમ તો ફિલ્મની સીક્વલને લઈ દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આયુષ્યમાનના ફેનને ઝાટકો લાગ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ પ્રશ્નો થઈ રહ્યા છે કે, આ ફિલ્મની સીક્વલમાંથી આયુષ્યમાન ખુરાનાને શા માટે રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે.
ફિલ્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મની સીક્વલની કહાની પ્રથમ ફિલ્મ કરતાં બિલકુલ અલગ હશે અને તેઓ ફિલ્મમાં કેરેક્ટર પણ બિલકુલ અલગ જ જોવા માગે છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે લીડ રોલમાં બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર જોવા મળે એવી પણ અટકળો છે. ફિલ્મ ‘બધાઈ દો’ ને લઈને હર્ષવર્ધન કુલકર્ણી ડાયરેક્ટ કરશે એવી પણ માહિતી વહેતી થઈ છે.
ઉલ્લેખનિય છેકે બધાઇ હો ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો લોકોએ આ ફિલ્મને હિટ બનાવી હતી. આજે પણ આ ફિલ્મનું નામ સામે આવતા ફિલ્મ જોવાની ઇચ્છા થઇ આવે છે.
click and follow Indiaherald WhatsApp channel