બોલિવૂડ સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસનો ત્રીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા પવરિવારના કહેવા પર કનિકા કપૂરનો ફરીથી ટેસ્ટ પણ થયો હતો. જેમા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હવે ત્રીજી વખત પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરને જ્યારની કોરોના વાયરસ થયો હોવાની ખબર આવી છે ત્યારથી લોકોની વચ્ચે હડકંપ મચી ગયો છે. તે જે લોકોને મળી તેમાથી હજુ કોઇનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી એ સારી વાત છે.
રિપોર્ટ્સ અનુસાર તો 15 માર્ચેજ કનિકા લંડનથી લખનઉ આવી હતી અને એરપોર્ટ પર એરપોર્ટ કર્મીઓની મિલીભગતથી વોશરૂમાં છુપાઇ ગઇ અને ભાગી ગઇ હતી. ગત શુક્રવારે લખનઉમાં કનિકાને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમા તે પોઝિટિવ આવી હતી. જ્યારે ખબર એવી પણ હતી કે કનિકાની સાથે કલ્પના ટાવરમાં રહેલા 35 લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવામાં આવ્યો. કનિકાની સાથે ટાવરમાં 35 લોકોમાંથી 11 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવ્યો છે.
હાલ 24 લોકોનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે. એક ન્યૂઝ એજન્સીના ટ્વિટ દ્રારા આ જાણકારી આપી કે કલ્પના ટાવર જ્યા કનિકા કપૂર તેના અંકલની સાથે 13 માર્ચે રોકાઇ હતી. ત્યા રહેનાર 35 લોકોના કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો જેમાથી 11 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 24 લોકોનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે.
click and follow Indiaherald WhatsApp channel