કોરોના વાઇરસને અટકાવવા માટે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે રહીને વિવિધ એક્ટિવિટી કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી ઘરે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવી રહી છે, વર્કઆઉટ કરી રહી છે વગેરે. શિલ્પા શેટ્ટીએ મન્ડે મોટિવેશનની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સૂર્યનમસ્કારનો વીડિયો શેર કર્યો છે.
શિલ્પાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ઘણા દિવસોથી ઘરે જ રહીને શરીર જકડાય જાય છે. શરીરને જરૂરી ફ્લેક્સિબિલિટી સૂર્ય નમસ્કાર કરવાથી મળી શકે છે. આ એક સંપૂર્ણ વર્કઆઉટ છે. તમે પણ આ ટ્રાય કરી શકો છો. તમે એક દિવસ છોડીને હર બીજા દિવસે 8થી 16 વખત આ કરી શકો છો. મહેરબાની કરીને તમારું ધ્યાન રાખો. ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો.
શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે જેમાં તે તેના દીકરા વિઆન, માતા સાથે સમય વિતાવતી હોય. શિલ્પા શેટ્ટીએ પીએમ રિલીફ ફંડમાં યોગદાન પણ આપ્યું છે.
તમને જણાવી દઇએ કે લૉકડાઉનને કારણે બોલિવૂડ સ્ટાર્સ ઘરમાં જ પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે રોજ કોઈને કોઈ વીડિયો શૅર કરતી હોય છે. હાલમાં જ શિલ્પાએ ઈન્સ્ટા અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં શિલ્પાની માતા સુનંદા પોતાના દોહિત્ર એટલે કે શિલ્પાના દીકરા વિઆનના હાથ પર ટેટુ સ્ટાઈલમાં શિવજીની તસવીર બનાવે છે. આ વીડિયો શૅર કરીને શિલ્પાએ ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી.
click and follow Indiaherald WhatsApp channel