ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર છે. ગુજરાતમાં આવતીકાલે એટલે કે 17 મેના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રિઝલ્ટ ઓનલાઈન જોઈ શકાશે.
ગુજરાતના 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટેનું પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ http://gseb.org પર થશે. જો કે, આવતીકાલે ફક્ત ઓનલાઈન પરિણામ જ જાહેર કરાશે. માર્કશીટ સહીતનાં ડોક્યુમેન્ટ મેળવવાની તારીખ પછી જાહેર કરવામાં આવશે. 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. તો બીજી બાજુ આગામી દિવસોમાં સામાન્ય પ્રવાહનું પણ પરીણામ જાહેર કરાશે.
ઉલ્લેખનીય છેકે લોકડાઉન અને કોરોના સંકટની મહામારીના વચ્ચે જ્યાં એકબાજુ જનજીવન ઠપ્પ થઈ ગયું છે. શાળા-કોલેજો ક્યારે ખુલશે તે અંગે હજુ અસમંજસ છે.
click and follow Indiaherald WhatsApp channel