ભારતને પછાડવાનું સપનું જોનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ હવે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. સાહિબ ગુરુદ્વારા પર થયેલા ટોળાના હુમલાથી ધ્યાન હટાવવા માટે, ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક પછી એક અનેક વીડિયો ટ્વીટ કરીને ‘ભારતમાં મુસ્લિમો પર પોલીસ અત્યાચાર’ ના ખોટા દાવા કર્યા હતાં. બાંગ્લાદેશના લગભગ 7 વર્ષ જૂના વીડિયોને પોસ્ટ કરી ઇમરાન ખાને દાવો કર્યો કે પોલીસ મુસ્લિમો પર અત્યાચાર કરી રહી છે. જેનો ભારતે પાકિસ્તાને સણસણતો જવાબ આપ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ નકલી વીડિયો પોસ્ટ કરવાના મામલે અમેરિકા પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન તરફથી વારંવાર આવું થાય છે. તેમની જૂની આદત જતી નથી. તો બીજી બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યું હતું કે, નકલી ન્યૂઝ ટ્વિટ કરો, પકડાઈ જાઓ, ડિલીટ કરો, ફરીથી એ જ કામ કરો. આમ ભારતે પાકિસ્તાન પર બેવડા વાર કરીને તેમને બરાબરનો જવાબ આપ્યો હતો.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે મોડી રાતે બાંગ્લાદેશના સાત વર્ષ જૂના વીડિયોને યુપીમાં મુસ્લિમો સામે ભારતીય પોલીસ દ્વારા અત્યાચાર કરવાનો દાવો કર્યો હતો. જો કે ટ્વિટર યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યા બાદ ઇમરાનને પોતાની ભૂલ સમજાઇ હતી અને તેમણે આ ટ્વિટ હટાવી લીધું હતું.
click and follow Indiaherald WhatsApp channel