બોલિવૂ઼ડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની અદાઓને કારણે અને તેની તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જણાવી દઇએ કે બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાહ્નવી ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યું કર્યું છે. હાલ તે ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. જાહન્વીએ તેના માતા-પિતાને લઇને એક વાત કહી છે.
તેને કહ્યું કે હું તેને એક જવાબદારી તરીકે વિચારું છું. મારા પરિવાર અને મારી માતાને દર્શકોને ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી છે. જેના લીધે મને પણ એવો પ્રેમ મળ્યો છે. મને હવે આ સાબિત કરવા માટે મારા દમ પર વધારે મહેનત કરવી પડશે. જેથી હું આ સાબિત કરી શકું અને એ લાયક બની શકું. તે માટે મારે ખરેખર બહુ મેહનત કરવાની જરુર છે.
જાહન્વીને લાગે છે કે આ તેની જવાબદારી છે. તે તેના સ્ટારડમથી વધારે માતાથી જોડાયેલી ભાવનાઓને પૂરી કરે અને આગળ કહ્યું કે તે તેની માતાથી વધારે મોટી સ્ટાર બનવા અંગે વિચારી રહી નથી. મને નથી લાગતું કે તે કોઇના પણ માટે સંભવ છે. હું તેમનાથી અલગ છું. અમારા કામથી જો઼ડાયેલો અમારો ભાવ સરખો છે. તેમણે જે રીતે મહેનત કરી છે. તે ડીએનએ અને કન્ડીશનિંગ મારી અંદર પણ આવી ગઇ છે. હું સ્ટારડમ માટે મરી રહી છું. હું અહીં સારુ કામ કરવા માટે આવી છું.
click and follow Indiaherald WhatsApp channel