ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યુપી કેબિનેટની બેઠકમાં લખનઉ અને નોઇડામાં કમિશ્નર સિસ્ટમ લાગૂ કરવા પર સોમવારના રોજ કેબિનેટે મ્હોર મારી દીધી. આપને જણાવી દઇએ કે 15 રાજ્યોના 71 શહેરોમાં કમિશ્નરેટ સિસ્ટમ પહેલેથી જ લાગૂ છે. યુપીમાં યોગીએ સત્તા સંભાળ્યા બાદ આ સિસ્ટમ માટે કવાયદ શરૂ તો થઇ હતી પરંતુ બ્યુરોક્રેસીના દબાણમાં વાત અંજામ સુધી પહોંચી નહોતી. હવે લખનઉ અને નોઇડાથી તેની શરૂઆત થઇ છે.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે 50 વર્ષમાં પોલીસ સુધારનું સૌથી મોટું પગલું ભર્યું છે. લખનઉ અને નોઇડામાં અમે પોલીસ કમિશ્નર સિસ્ટમને લાગૂ કરી રહ્યા છીએ. સમય સમય પર વિશેષજ્ઞને ભલામણ કરાઇ હતી પરંતુ કાર્યવાહી ના થવાથી ન્યાયપાલિકા સરકારોને કઠઘરામાં ઉભી કરતી હતી. પોલીસ એકટમાં 10 લાખથી ઉપરની વસતી પર કમિશ્નર સિસ્ટમ લાગૂ કરવાની વાત છે પરંતુ રાજનીતિની ઇચ્છા શક્તિ ના હોવાથી આ થઇ ના શકયું. અમારી સરકારે આ પ્રણાલીની સ્વીકૃતિ આપી છે.

રિચાયર્ડ ઓફિસરોના મતે ડીએમ-એસએસપીની સિસ્ટમ સૌથી સારી છે. એવામાં નવી સિસ્ટમનું કોઇ ઔચિત્ય નથી. તો આવક અને તેની વસૂલી સાથે જોડાયેલા અધિકાર પોલીસ કમિશ્નરને ના આપ્યાની ચર્ચાની વચ્ચે પૂર્વ પોલીસ પ્રમુખોનું કહેવું છે કે માત્ર નામ માટે કમિશ્નર બેસાડવાથી કંઇ થશે નહીં. તેમના મતે સંપૂર્ણ અધિકાર મળે ત્યારે નવી સિસ્ટમ અસરદાર સાબિત થશે.

మరింత సమాచారం తెలుసుకోండి: