તેલંગાણામાં શનિવારના કોરોના વાયરસ પોઝિટીવના કારણે એક 74 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કોરોના વાયરસની લપેટના કારણે મોતનો આ પહેલો કિસ્સો છે. વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ પછી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે ત્રણ દિવસ પહેલા તપાસમાં પોઝિટીવ આવ્યા હતા. રવિવારના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન તેમના પરિવારના કોઇ પણ વ્યક્તિ ઉપસ્થિત રહ્યાં ન હતા, મૃત્યુ પામનાર વ્યકિતનો પરિવાર ઘરે જ રહ્યો હતો.
સ્વાસ્થ્ય કર્મચારીઓએ તેમના નશ્વરદેહને દફનાવ્યો હતો. 21 દિવસ માટે લોકડાઉનના સમય દરમિયાન સૂચનો રજૂ કરવામાં આવ્યા છે કે કોઇ પણ શબવાહિનીમાં 20થી વધુ લોકો સામેલ થઇ શકશે નહિં. આખા રાજ્યમાં વૃદ્ધના મોતને લઇ અનેકાનેક ચર્ચાઓ ચાલી રહી છે.
રાજ્યમાં કોરોના વાયરસથી પહેલું મૃત્યુ થયા પછી મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ પછી માહિતી મળી છે કે તેઓ કોરોના પોઝિટીવ હતા. તેમણે હોસ્પિટલ લાવવામાં આવ્યા પછી તેમને જાણ થઇ હતી, મૃત્યુ પામનાર વ્યક્તિને અન્ય કેટલીક બીમારીઓ પણ હતી. રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસની સંખ્યા 70 થઇ ચૂકી છે.
મુખ્યમંત્રીએ પ્રવાસી મજૂરોને અપીલ કરી છે કે લોકડાઉનના સમય દરમ્યાન તેઓ તેલંગાણા છોડીને ન જાય. તેમણે મજૂરોને ભરોસો આપ્યો છે કે રાજ્ય સરકાર દરેક વ્યક્તિને 12 કિલો ચોખા, લોટ, 500 રૂપિયા રોકડ અને રહેવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરશે, હજારોની સંખ્યામાં રાજ્ય છોડીને પગપાળા ચાલીને જતા મજૂરો તથા કામદારોને જતા જોયા પછી મુખ્યમંત્રીએ પીડીતોને આ અપીલ કરી હતી.
click and follow Indiaherald WhatsApp channel