ચુટણીને લઇ ગત વર્ષે અમેરિકામાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીનો ડંકો સમગ્ર દુનિયામાં વાગ્યો હતો. તેવામાં ચર્ચા છે કે, આ કાર્યક્રમની અપ્રતિમ સફળતાને જોઈને ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમદાવાદ આવીને આવો જ કોઈ કાર્યક્રમ કરી શકે છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારત પ્રવાસે આવી શકે છે. રાષ્ટ્રપતિના નજીકનાં સુત્રોએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સ અખબાર અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ફેબ્રુઆરી મહિનામાં થશે. અને આ કાર્યક્રમ લગભગ નક્કી છે. અને હાલ તેની તારીખોને લઈ કામ ચાલી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું કે આ કાર્યક્રમ ત્રણ દિવસનો હશે. જેમાં ટ્રમ્પ દિલ્હી ઉપરાંત ભારતનાં કોઈપણ એક શહેરની મુલાકાત લેશે. અને આ શહેરમાં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ જેવી એક ઈવેન્ટ પણ થશે. અને આ નજીકનાં સુત્રે જણાવ્યું કે, અમદાવાદ જ તે શહેર હોઈ શકે છે. અને આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત વર્ષની આખરમાં બ્રિટનમાં થયેલ ચૂંટણીમાં ભારતીય મૂળના મતદારોનો ઝુકાવ નિર્ણાયક બન્યો હતો. ભારતીય મૂળના મતદારોએ કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપતાં સત્તાનું પલડું લેબર પાર્ટીને બદલે કન્ઝર્વેટિવ તરફ ઝુક્યું હતું. આથી અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય મતદારોને રિઝવવામાં કોઈ કચાશ છોડવા માંગતા નથી.
click and follow Indiaherald WhatsApp channel