પાકિસ્તાન અને ચીનને જવાબ આપવા માટે ભારતે સૌથી મોટી અને ઘાતક તોપ વિકસાવી છે. ઓર્ડિનેંસ ફેક્ટ્રી કાનપુર દ્વારા બનાવવામાં આવેલી 155 એમએમની શારંગ તોપનું મધ્ય પ્રદેશના જબલપુરના ખમરિઇયા રેંજમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું.

લગભગ 36 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં સક્ષમ શારંગ તોપના સફળ પરિક્ષણ સાથે તેને સેનામાં શામેલ ,કરવાનો માર્ગ પણ મોકળો બની ગયો છે. આ અગાઉ જ ભારત કે9 વજ્ર-ટી, ધનુષ અને અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી M-777 તોપોને સેનામાં શામેલ કરી ચુક્યું છે. આ તોપો દ્વારા હવે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવેશ્યા વગર જ લગભગ 40-50 કિલોમીટર વિસ્તારને સરળતાથી પોતાનું નિશાન બનાવી શકે છે.

ભારતે સૈન્ય માટે વધુ એક ઘાતક તોપ વિકસાવી છે. તેનું નામ ભગવાન વિષ્ણુના ધનુષ શારંગના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વર્ષે જ શારંગ નામની 30 તોપ ભારતીય સૈન્યમાં શામેલ કરવામાં આવી શકે છે. શારંગ તોપ એક જ વરમાં ત્રણ ગોળા છોડવામાં સક્ષમ છે. શારંગને 130 એમએમની એમ-46 તોપને રિગ્રેડ કરીને બનાવવામાં આવી છે. એમ-46 તોપની મારક ક્ષમતા 27 કિલોમીટરની હતી તો શારંગની ક્ષમતા 36 કિલોમીટર છે. એટલુ જ નહી આ તોપ અગાઉ કરતા હવે વધારે વિનાશ પણ વેરી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એમ-46ના ગોળામાં 3.4 કિલો ટીએનટીનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે શારંગના ગોળામાં 8 કિલો ટીએનટીનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે ટીએનટીનો અર્થ કે વધારે વિનાશ. શારંગ તોપનું વજન લગભગ 8.4 ટન છે અને તેના બેરલની લંબાઈ 7 મીટર છે. આ ગન પણ હવે સેમીઓટોમેટિક છે. હવે તોપમાં ગોળા નાખવામાં પણ ક્રુ મેંબરને ઘણું સરળ રહેશે.

 

మరింత సమాచారం తెలుసుకోండి: