દિલ્હી હાઈકોર્ટ નિર્ભયા ગેંગરેપ મામલે જોડાયેલ કેન્દ્રની અરજી પર આજે પોતાનો નિર્ણય આપશે. જેમાં ચાર દોષિયોની ફાંસી પર પ્રતિબંધ મામલે નીચલી કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. ત્યારે કોર્ટએ રવિવારે ખાસ સુનવણી અંર્તગત આ મામલે બંને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કેન્દ્રએ નીચલી કોર્ટના 31 જાન્યુઆરીના આદેશને પડકારતા ગત શનિવારે જ કોર્ટમાં અરજી દાખલ કરી અને વિનંતી કરી કે તેઓ જલ્દી સુનવણી કરે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતએ કેન્દ્રને સાંભળ્યા બાદ રવિવારે તેના પર સુનવણીની મંજૂરી આપી દીધી છે. ત્યારે નિચલી અદાલતે આ આદેશ અંર્તગત ચારેય દોષિયોની ફાંસી પર આગામી નિર્ણય સુધી પ્રતિબંધ મૂકયો હતો.

સુનવણી દરમિયાન કેન્દ્રએ દલીલ કરી કે આ જઘન્ય અપરાધના દોષિતોને એક-એક કરી ફાંસી આપવામાં દિલ્હીને કોઈ સમસ્યા નથી. તિહાડને કોઈ સમસ્યા નથી ત્યારે કોઈ નિયમ આમ કરતા રોકી ન શકે. જેમાં અમુક ખાસ પરિસ્થિતિઓને છોડીને ત્યારે તેઓએ કહ્યું કે, તેલંગાણામાં લોકોએ રેપના દોષિયોના એન્કાઉટર પર ખુશી મનાવી હતી. ત્યારે લોકોનું જસ્ન પોલીસ માટે નહી, પણ ન્યાય માટે હતું.

ત્રણેય દોષિત પવન,વિનય અને અક્ષયના તરફથી એડવોકેટ એપી સિંહે દલીલ કરી અને કહ્યું કે, ફાંસી પર ચડાવવા માટે ના તો સુપ્રીમ કોર્ટ એ સમયમર્યાદા નક્કી કરી છે અને ના બંધારણમાં તેના માટે કોઈ તારીખ નક્કી છે. ત્યારે ચોથા દોષિત મુકેશ તરફથી સીનિયર એડવોકેટ રેબેકા જોન્સ હાજર રહી. સમાન અપરાધ માટે દોષિતોને સમાન સજા પર જોર આપ્યું અને કહ્યું કે, દોષિતોને ફાંસી આપવામાં આવે તો એકસાથે અલગ-અલગ નહી

మరింత సమాచారం తెలుసుకోండి: